આગામી પાંચ દિવસમાં રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય. હવામાન વિભાગ અનુસાર બે દિવસ મહતમ તાપમાન ઘટશે અને ત્યારબાદ તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉતર તરફ છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આવતીકાલથી વાદળો ઓછા જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 19.9 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાક માટે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 18 ડિગ્રી સેલ્સિયસની આગાહી છે. જ્યારે
બંને જિલ્લામાં મહત્તમ 34 ડિગ્રી તાપમાનની આગાહી છે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 7:43 પી એમ(PM)
આગામી પાંચ દિવસમાં રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય
