આગામી નવમી ઑગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે. ત્યારે રાજ્યમાં વન અધિકાર અધિનિયમ અંતર્ગત એક લાખથી વધુ વનબંધુ સાડા પાંચ લાખ હેક્ટરથી વધુ જમીનના માલિક બન્યા છે. વન અધિકાર અધિનિયમ 2006 કાયદા અંતર્ગત સરકારે વ્યક્તિગત તેમ જ સામુદાયિક કુલ 1 લાખ 2 હજાર 612 દાવા મંજૂર કર્યા છે. આના કારણે 5 લાખ 59 હજાર 332 હેક્ટર જમીન વનબંધુ માટે માન્ય રાખવામાં આવી છે.
વર્ષ 2023માં આવેલી મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંતર્ગત લાભાર્થીઓને પશુ સહાયનો લાભ, બકરાં ઉછેર માટે સહાય વગરેનો લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત વર્ષ 2023-24માં 39 કરોડ 82 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 16 હજાર 980 લાભાર્થીઓને તેનો લાભ અપાયો છે.
Site Admin | ઓગસ્ટ 6, 2024 7:12 પી એમ(PM) | આદિવાસી દિવસ