રાજ્યભરમાં ઠંડીનું મોજુ પ્રવર્તી રહ્યું છે. ગઇકાલે દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ નલિયા રહ્યું હતું. નલિયામાં સૌથી ઓછુ 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું..જ્યારે રાજકોટમાં 10.8 ડિગ્રી, ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.. આ સિઝનમાં અમદાવાદનુ તાપમાન પ્રથમ વખત 11.8 નોંધાતા લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો..
ઉત્તરીય ભારતમાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં શીતલહેર યથાવત રહેશે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.
Site Admin | ડિસેમ્બર 18, 2024 11:24 એ એમ (AM)