દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી આર. એલિસ વાજે જણાવ્યું છે કે આગામી દિવસોમાં યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન સુચારું રીતે થાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવશે. નવી દિલ્હીમાં તેમણે જણાવ્યું કે દરેક જિલ્લામાં એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. સુશ્રી વાઝે કહ્યું કે 85 વર્ષથી વધુ વયના નાગરિકો અને દિવ્યાંગોઘરેથી મતદાન કરી શકશે. આ ઉપરાંત દિવ્યાંગો અને 85 વર્ષથી વધુ વયના મતદારો માટે ખાસપિક એન્ડ ડ્રોપ સુવિધા ઊભી કરવામાં આવી છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે પાંચફેબ્રુઆરીએ મતદાન થશે અને આઠ ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
Site Admin | જાન્યુઆરી 13, 2025 7:32 પી એમ(PM)