હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયલનો ઘટાડો થવાની આગાહી કરી છે. હિટવેવને પગલે રાજકોટ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ અને મોરબી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.પવનની દિશા પશ્ચિમથી ઊતર પશ્ચિમની થતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને કારણે ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. તટીય વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કંડલા એરપોર્ટ ખાતે મહતમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજકોટમાં 45 ડિગ્રી, અમરેલી, સુરેન્દ્રનગર અને કેશોદમાં 44 ડિગ્રી અને અમદાવાદ, ગાંધીનગર અને ડીસામાં મહતમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે
Site Admin | એપ્રિલ 11, 2025 9:01 એ એમ (AM)
આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાની હવામાન વિભાગની આગાહી
