આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છે તથા કોઈ સિસ્ટમ પણ સક્રિયન હોવાને કારણે તાપમાન સતત વધી રહ્યું છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી હતું. તથા સૌથી વધુ મહત્તમ તાપમાન વેરાવળમાં 35.6 ડિગ્રી સેલ્સ નોંધાયું. આ ઉપરાંત અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ તથા મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 6:36 પી એમ(PM) | હવામાન વિભાગે
આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી
