હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લા સિવાયના તમામ જીલ્લાઓ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ગીર સોમનાથ, પોરબંદર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.
બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની વર્તમાન વરસાદની સ્થિતિ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી તેમજ સ્થિતિનો તાગ મેળવીને તમામ સહાયની ખાતરી આપી હતી. આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન પરનું દબાણ તીવ્ર દબાણમાં પરિવર્તિત થયું છે. આ સિસ્ટમ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના હોવાથી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે.
આ ઉપરાંત બાંગલાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં હળવું દબાણ વધુ તીવ્ર બનવાથી આગામી બે દિવસમાં પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા અને ઝારખંડ તરફ આગળ વધશે. 30 ઓગસ્ટ સુધી ગુજરાતનાં દરિયામાં દરિયો તોફાની બનવાની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને 30 ઓગષ્ટ સુધી ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 26, 2024 3:32 પી એમ(PM) | વરસાદ | હવામાન વિભાગ