હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કિમ, બિહાર, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
દરમિયાન પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તાર, ઝારખંડ ઓડિસામાં આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે વરસાદની આશંકા છે. દરમિયાન ગુજરાત, ગોવા, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકના તટિય વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ વરસી શકે છે.
Site Admin | જુલાઇ 9, 2024 3:55 પી એમ(PM) | વરસાદ | હવામાન
આગામી ચાર દિવસ દરમિયાન મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી
