આગામી એપ્રિલ મહિનામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે યોજાવવાનું છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષપદે ચૂંટાયાના 100 વર્ષ પૂર્ણ થયા છે. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિના 150 વર્ષ દેશ ઉજવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ ખાતે આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેમાં 8 એપ્રિલે કોંગ્રેસની કાર્યકારી બેઠક સવારે સરદારબાગ શાહીબાગ ખાતે યોજાશે. સાંજે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે. સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સાંકૃતિક કાર્યક્રમો યોજાશે. જ્યારે 9 એપ્રિલે સાબરમતીના તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. આ અધિવેશનમાં કોંગ્રેસના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે.અત્યારે રાષ્ટ્રીય અધિવેશને લઈને પ્રદેશ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે.
Site Admin | માર્ચ 31, 2025 6:13 પી એમ(PM) | કોંગ્રેસ
આગામી એપ્રિલ મહિનામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે યોજાશે
