ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લાહોરમાં રમાઈ રહેલી આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા 363 રનનો લક્ષ્યાંકનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાએ છેલ્લા મળેલા અહેવાલ મુજબ ૧૨ ઓવરમાં ૧ વિકેટ ૭૨ રન કર્યા છે.
ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યુઝીલેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં છ વિકેટે 362 રન બનાવ્યા હતા. રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસને સદી ફટકારી. રવિન્દ્રએ ૧૦૧ બોલમાં ૧૦૮ રન બનાવ્યા, જ્યારે વિલિયમસને ૯૪ બોલમાં ૧૦૨ રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી ન્ગીડીએ ત્રણ વિકેટ લીધી, જ્યારે કાગીસો રબાડાએ બે અને વિઆન મુલ્ડરે એક વિકેટ લીધી.
આ મેચમાં જેનો વિજય થશે તે ટીમ રવિવારે દુબઈમાં રમાનારી ફાઇનલમાં ભારત સામે રમશે.
Site Admin | માર્ચ 5, 2025 7:41 પી એમ(PM) | આઈસીસી ચેમ્પિયન ટ્રોફી
આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા 363 રનનો લક્ષ્યાંક આપ્યો
