આઈસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં આવતીકાલે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે.આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આ પહેલા, ભારતે ગઈકાલે રાત્રે દુબઈમાં પોતાની છેલ્લી લીગ મેચમાં ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, ભારતે ગ્રુપ-એમાં ત્રણેય ગ્રુપ-સ્ટેજ મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું. બુધવારે લાહોરમાં ટુર્નામેન્ટના બીજા સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ બીના વિજેતા દક્ષિણ આફ્રિકા સામે થશે. ફાઇનલ મેચ રવિવારે રમાશે.
Site Admin | માર્ચ 3, 2025 7:45 પી એમ(PM)
આઈસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં આવતીકાલે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે
