આઇપીએલ ક્રિકેટમાં, રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ-CSKને છ રનથી હરાવ્યું હતું. 183 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ નિર્ધારિત વીસ ઓવરમાં છ વિકેટ ગુમાવીને 176 રન કરી શકતા તેનો પરાજય થયો હતો.CSK તરફથી સુકાની ઋતુરાજ ગાયકવાડે 63 રન બનાવ્યા, જ્યારે રાજસ્થાન રોયલ્સ તરફથી વાનિંદુ હસરંગાએ ચાર વિકેટ ઝડપી હતી.અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત વીસ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. 36 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 81 રન બનાવનાર નિતીશ રાણાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.ગઈ કાલે અન્ય એક મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું હતું. 164 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 16 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા.આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
Site Admin | માર્ચ 31, 2025 9:37 એ એમ (AM)
આઇપીએલ ક્રિકેટમાં, રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપરકિંગ્સ-CSKને 6 રનથી હરાવ્યું- આજે મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટરાઈડર્સ સામે ટકરાશે.
