IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે થશે. આ મેચ બપોરે 3:30 વાગ્યે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાશે. જ્યારે બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
ગઇકાલે લખનઉમાં રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટસની ટીમે ગુજરાત ટાઇટન્સની ટીમને 6 વિકેટથી હરાવ્યું છે.
અન્ય બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને આઠ વિકેટથી હરાવ્યું. આ સનરાઇઝર્સનો પંજાબ સામે 10 મેચમાં નવમો વિજય હતો.
Site Admin | એપ્રિલ 13, 2025 2:59 પી એમ(PM)
આઇપીએલની મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ તથા મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મૂકાબલો
