આઇઆઇટી દિલ્હી અને પ્રસાર ભારતી આજે દિલ્હીમાં થ્યાગરાજ સ્ટેડિયમ ખાતે બે દિવસની રોબોટ સ્પર્ધા ‘ડીડી-રોબોકોન ઇન્ડિયા 2024’નું આયોજન કરશે. કાર્યક્રમમાં દેશની 45થી વધુ કોલેજો, સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 750થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. સ્પર્ધા દરમિયાન, રોબોટ્સ નિર્ધારિત સમયની અંદર જટિલ કાર્ય કરવા એકબીજાની સ્પર્ધા કરશે.
વિજેતા ટીમ વિયેતનામના ક્વોંગનિન્હમાં યોજાનાર ઇન્ટરનેશનલ એશિયા-પેસિફિક બ્રોડકાસ્ટીંગ યુનિયન રોબોકોન 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
એક યાદીમાં આઇઆઇટી દિલ્હીએ જણાવ્યું છે કે, ડીડી-રોબોકોન ઇન્ડિયાનો હેતુ એન્જિનિયરીંગ વિદ્યાર્થીઓને રોબોટિક્સના ક્ષેત્રમાં માન્યતા પ્રદાન કરીને ટેકનિકલ કૌશલ્ય વિકાસ, નવીનીકરણ અને ટીમ વર્કને પ્રોત્સાહન આપવાનો છે.
Site Admin | જુલાઇ 13, 2024 2:57 પી એમ(PM)