આંધ્ર પ્રદેશના વિજયવાડા નજીક બુડામેરુ નહેરમાં થયેલા ભંગાણને પૂરવા માટે તથા પૂર પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતીય આર્મી એન્જિનિયર ટાસ્ક ફોર્સના 40 આર્મી એન્જિનિયરોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે સેનાના વધારાના એકમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. સ્થાનિક સત્તાવાળાઓ આપત્તિ વ્યવસ્થાપન ટીમો સાથે મળીને અસરગ્રસ્તોને સહાય કરી રહ્યા છે. અગાઉ, આંધ્ર પ્રદેશ સરકારે પૂરના પાણીને કારણે થયેલા ભંગને પહોંચી વળવા માટે ભારતીય સેનાની મદદ માંગી હતી.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 2:32 પી એમ(PM) | આંધ્ર પ્રદેશ