ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 22, 2024 2:07 પી એમ(PM) | આંધ્ર પ્રદેશ

printer

આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના એક ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 17 થઈ છે

આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના એક ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 17 થઈ છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ વિસ્ફોટની તપાસ માટેના આદેશ આપ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ પણ મૃતકોના પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ