પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશાખાપટ્ટનમથી આંધ્રપ્રદેશમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું વર્ચ્યૂઅલ માધ્યમથી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. દરમિયાન શ્રી મોદીએ જણાવ્યું કે, આંધ્રપ્રદેશને વર્ષ 2047 સુધી 2.5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્યાંક છે. તેમણે ઉમેર્યું, હવે સમય આવી ગયો છે કે, આંધ્ર નવી ફ્યૂચરિસ્ટિક ટેક્નૉલોજીઝનું કેન્દ્ર બને.
આ પહેલાં શ્રી મોદીએ વિશાખાપટ્ટનમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ સાથે રોડ શૉ પણ યોજ્યો હતો.