આંધ્રપ્રદેશમાં, તિરુપતિમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારા વૈકુંઠ એકાદશી દર્શન માટે ટોકન આપતા કાઉન્ટર પર ગઈકાલે સાંજે થયેલી ભાગદોડમાં છ લોકોના મોત થયા છે.. લગભગ 40 લોકોને ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના તિરુપતિ શહેરમાં બની છે, તિરુમાલાની ટેકરી પર નહીં જ્યાં મંદિર સ્થિત છે.
વૈકુંઠ એકાદશી દર્શનને ભક્તો દ્વારા શુભ માનવામાં આવે છે અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ તિરુપતિમાં ત્રણ અલગ અલગ સ્થળોએ 1 લાખ 20 હજાર ટોકન આપવા માટે 94 કાઉન્ટરનું આયોજન કર્યું છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 9:44 એ એમ (AM)