ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 26, 2025 7:31 પી એમ(PM) | વિદેશ મંત્રાલયે

printer

આંતર-રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી પંચને ચિંતાજનક એકમ તરીકે નામાંકિત કરવું જોઈએ :વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું, આંતર-રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી પંચને ચિંતાજનક એકમ તરીકે નામાંકિત કરવું જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પંચને તાજેતરમાં જાહેર વર્ષ 2025ના વાર્ષિક અહેવાલના નિષ્કર્ષોને ફગાવતા કહ્યું, પંચ પક્ષપાતભર્યો અને રાજનીતિથી પ્રેરિત મૂલ્યાંકન જારી કરવાની તેની પદ્ધતિ ચાલુ રાખે છે. પંચના અહેવાલમાં ભારતમાં વર્ષ 2024માં લઘુમતી સમુદાય વિરુદ્ધ હુમલો વધવાનો દાવો કરાયો છે.શ્રી જયસ્વાલે કહ્યું, પંચ દ્વારા વિવિધ ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવા અને ભારતના જીવંત જીવંત બહુ-સાંસ્કૃતિક સમાજ પર શંકા વ્યક્ત કરવાના સતત પ્રયાસ ધાર્મિક સ્વતંત્રતા માટેની વાસ્તવિક ચિંતાને બદલે કોઈ એજન્ડાને દર્શાવે કરે છે. તેમણે કહ્યું, ભારતમાં એક અબજ 40 કરોડ લોકો તમામ ધર્મના અનુયાયી છે. શ્રી જયસ્વાલે ઉમેર્યું, લોકશાહી અને સહિષ્ણુતાના પ્રતિક તરીકે ભારતની છબી બગાડવાના આવા પ્રયાસ અમે સફળ થવા નહીં દઈએ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ