આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ- ICC એ મહિલા T20 વિશ્વ કપની યજમાની બાંગ્લાદેશના બદલે સંયુક્ત આરાબ અમીરાત કરશે તેવો નિર્ણય લીધો છે. જો કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સત્તાવાર રીતે આ કાર્યક્રમનું યજમાન રહેશે. આ ટુર્નામેન્ટ આગામી 3 થી 20 ઓકટોબર દરમિયાન દુબઈ અને શારજાહ એમ બે સ્થળોએ યોજાશે. ICCના મુખ્ય કાર્યકારી અધિકારીએ આ નિર્ણયની પુષ્ટિ કરી હતી અને બાંગ્લાદેશમાં આ ટુર્નામેન્ટ ના યોજી શકવા પર નિરાશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં પ્રવર્તમાન અરાજકતાને પગલે ICCએ ટુર્નામેન્ટનું સ્થળ બાંગ્લાદેશથી બદલીને UAE કર્યું છે જેથી સુરક્ષિત વાતાવરણમાં સમગ્ર ટુર્નામેન્ટ રમાઈ શકે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 11:51 એ એમ (AM)