ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદ-ICC એ ભારતનાં મહિલા ખેલાડી નીતુ ડેવિડને ‘આઇસીસી હોલ ઓફ ફેમ’માં સ્થાન આપ્યું

આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદ-ICC એ ભારતનાં મહિલા ખેલાડી નીતુ ડેવિડ, ઇંગલેન્ડનાં એલેસ્ટર કુક, અને દક્ષિણ આફ્રિકનાં એબી ડિવિલિયર્સને ‘આઇસીસી હોલ ઓફ ફેમ’માં સ્થાન આપ્યું છે.જાન્યુઆરી 2009માં યોજાયેલા આઇસીસીનાં શતાબ્દિ સમારોહમાં ‘આઇસીસી હોલ ઓફ ફેમ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આયાદીમાં ક્રિકેટનાં સૌથી મહાન ખેલાડીઓને સ્થાન આપવામાં આવે છે.નીતુ ડેવિડે 1995માં ભારત માટે પદાર્પણ કર્યું હતું.વન-ડેમાં 100 વિકેટ લેનાર તેઓ દેશનાં પ્રથમ મહિલા ક્રિકેટર હતા.સૌથી વધુ વન-ડે વિકેટ લેનાર મહિલા બોલર્સમાં તેઓ બીજા ક્રમે છે.એલેસ્ટર કુકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 250થી વધુ મેચોમાં ઇંગલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે.તેમણે 161ટેસ્ટમાં 45 રનની સરેરાશથી 12 હજાર 472 રન કર્યા છે.તેમણે વનડેમાં 36.40 રનની સરેરાશથી 3 હજાર 204 રન કર્યા છે.ડિવિલિયર્સે દક્ષિણ આફ્રિકા વતી 114 ટેસ્ટમાં 50.66 રનની સરેરાશથી 8 હજાર 765 રન કર્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ