ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 7:14 પી એમ(PM)

printer

આંકડાકીય અને યોજના અમલીકરણ મંત્રાલય દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન-FOKIAના સહયોગથી ઉદ્યોગોના વાર્ષિક સર્વે રિટર્ન ફાઇલ કરવા માટેના તાલીમ સત્રનું ભુજ ખાતે આયોજન કરાયું

આંકડાકીય અને યોજના અમલીકરણ મંત્રાલય દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન-FOKIAના સહયોગથી ઉદ્યોગોના વાર્ષિક સર્વે રિટર્ન ફાઇલ કરવા માટેના તાલીમ સત્રનું ભુજ ખાતે આયોજન કરાયું. મંત્રાલયની પ્રાદેશિક કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. નિયતિભાઇ જોશીએ જણાવ્યું કે, આ તાલીમ કાર્યક્રમમાં ઔદ્યોગિક એકમો પોતે જ સમયસર અને સચોટ રીતે ASI રિટર્ન ભરી શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે ત્યારે જો ASI રિટર્ન થકી ગુણવત્તાસભર ડેટા રેકોર્ડ પર આવશે તો સકલ ઘરેલુ ઉત્પાદનમાં કચ્છના ઉદ્યોગ ક્ષેત્રના યોગદાનની યોગ્ય નોંધ લેવામાં જરૂર મદદ મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ