આંધ્રપ્રદેશ આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું કે, “અસના” ચક્રવતી વાવાઝોડું ગઈકાલે રાત્રે કલિંગપટ્ટનમ નજીકના દરિયાકાંઠાને ઓળંગી ગયું હતું અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાને નોંધપાત્ર રીતે અસર કરી હતી.આ વાવાઝોડાના પરિણામે,આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં દિવસ દરમિયાન વરસાદ વરસવાની સંભાવના છે.
શ્રીકાકુલમ્, વિઝિયાનગરમ્, મન્યમ્, અલ્લુરી, કાકીનાડા અને નંદ્યાલ જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.જ્યારે એલુરુ, કૃષ્ણા, NTR, ગુંટુર, બાપટલા, પલનાડુ, કુરનુલ અને નંદ્યાલ સહિતના જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થઈ શકે છે.વિશાખાપટ્ટનમ,અનાકાપલ્લી, કોનાસીમા, પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, YSR, ચિત્તૂર અને તિરુપતિ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે.
નીચાણવાળા વિસ્તારોનમાં રહેતાં લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. વધુમાં, આંધ્રપ્રદેશ આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે પ્રકાશમ્ બેરેજ ખાતે કૃષ્ણા નદી માટે પૂરની ચેતવણી આપી છે અને જાહેર જનતાને નહેરો તેમજ વીજ લાઈનો અને ઈલેક્ટ્રીક થાંભલાઓ નજીક ન જવા કહ્યું છે..
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 2:50 પી એમ(PM) | અસના ચક્રવાત