અશાંત બલૂચિસ્તાનમાં આતંકી હુમલાઓ મામલે પાકિસ્તાનના પ્રધાનંમત્રી શહબાજ શરીફે આજે મૌન તોડ્યુ હતું. તેમણે કેબિનેટ બેઠકને સંબોધતા જણાવ્યું કે આતંકવાદીઓ સાથે ના તો વાટાઘાટો થઈ શકે, ના તો તેમના પ્રત્યે નરમ વલણ અપનાવી શકાય.
પ્રધાનમંત્રી શાહબાજ શરીફે જણાવ્યું કે હવે આતંકવાદને ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સરકાર આ હેતુથી સશસ્ત્ર દળોને તમામ સાધનો ઉપલબ્ધ કરાવશે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બે જુદા જુદા આતંકવાદી હુમલામાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે. બલૂચિસ્તાન પ્રાંતમાં ઘણા વર્ષોથી વિદ્રોહ ચાલી રહ્યો છે, ઘણા સશસ્ત્ર જૂથો ત્યાં હાજર છે. માનવ અધિકાર જૂથોએ બલૂચિસ્તાન ચળવળ પર પાકિસ્તાનના પ્રતિસાદની નિંદા કરી છે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 7:56 પી એમ(PM) | આતંકી હુમલા