અલ્બેનિયાના તિરાનામાં 23 વર્ષથી ઓછી વયની વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે એક રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. મહિલાઓના 59 કિગ્રા વજન વર્ગમાં ભારતની ખેલાડી અન્જલીએ રજત ચંદ્રક જીત્યો હતો. ફાઇનલમાં યુક્રેનની ખેલાડી સોલિમિયા વિનીક સામે પરાજય થતાં તે બીજા સ્થાને રહી હતી.જ્યારે મહિલાઓના 68 કિગ્રા વજન વર્ગમાં મોનિકાએ ચીનની પ્રતિસ્પર્ધીને 5-3થી હરાવીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. અગાઉ પુરુષોની 55 કિગ્રા ગ્રીકો – રોમન કેટેગરીમાં ભારતના વિશ્વજીત રામચંદ્ર મોરેએ એડમ ઉલ્બાશેવને 14-10થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
Site Admin | ઓક્ટોબર 25, 2024 2:27 પી એમ(PM)