રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અલ્જેરિયાના નેતાઓ સાથે તબક્કાવાર દ્વિપક્ષીય બેઠકો યોજશે તેઓ અલ્જેરિયા-ઈન્ડિયા ઈકોનોમિક ફોરમને પણ સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ અલ્જેરિયા, મોરિટાનિયા અને માલાવીની તેમની ત્રણ દેશોની મુલાકાતના ભાગરૂપે અલ્જેરિયાની રાજધાની અલ્જિયર્સમાં છે. તેમણે ગઇકાલે રાષ્ટ્રપતિ મુર્મુ અલ્જીરિયામાં ભારતીય સમુદાયને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમે ભારતના સાચા રાજદૂત છો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, અલ્જીરિયાની રાજધાની અલ્જિયર્સમાં ભારતીય સમુદાયના સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે, અલ્જેરિયામાં ભારતીય સમુદાય, આપણા દેશના હિતો અને સોફ્ટ પાવરને આગળ વધારવાનો સેતુ છે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 2:19 પી એમ(PM)