ભારતીય લશ્કરના ઉપક્રમે અરૂણાચલ પ્રદેશમાં વાલોંગ યુધ્ધની સ્મૃતિમાં અને દેશની એકતાની મજબૂત બનાવવા દીબાંગ ખીણ જિલ્લાના મીપી ખાતેથી મોટરસાયકલ અભિયાનનો આરંભ થયો છે. દાઓ વિભાગના મેજર જનરલ વી.એસ. દેશપાંડેએ ત્રણ દિવસના આ મોટરસાયકલ અભિયાનને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આગામી સોમવારે સેનાના જવાનો મોટર બાઇક ઉપર વાલોંગ યુધ્ધ સ્મૃતિ સ્થળે પહોંચશે. પ્રવાસ દરમિયાન રોકાણના સ્થળે સેનાના જવાનો સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કરીને સેનાની ક્ષમતાની માહિતી આપી રહ્યા છે તેમજ રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજી રહ્યા છે.
Site Admin | નવેમ્બર 9, 2024 6:42 પી એમ(PM) | Arunachal Pradesh | Indian Army | motorcycle
અરૂણાચલ પ્રદેશ: ભારતીય લશ્કરના ઉપક્રમે મીપી ખાતેથી મોટરસાયકલ અભિયાનનો આરંભ
