અરવલ્લી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાઇ ગયો. મોડાસા ખાતે કાર્યક્રમ અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પોલીસ વિભાગ, વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો જોડાયા હતા.
જિલ્લા કલેક્ટર દ્વારા જાગૃતિ માટે કાર્યક્રમને પ્રોત્સાહન આપવામાં આવ્યું, તેમજ પોલીસ વિભાગને આવા કાર્યક્રમો થકી લોકજાગૃતિ માટેના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા .આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ, અન્ય પદાધિકારી ઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસના જવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
Site Admin | નવેમ્બર 28, 2024 7:22 પી એમ(PM) | અરવલ્લી