આજે રાજ્યના કેટલાક જિલ્લામાં સુશાસન દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અરવલ્લી જિલ્લામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. મોડાસા નગરપાલિકાના જૂના મકાન ખાતે શરૂ થયેલા આ સેન્ટરમાં મિલકત વેરો, વ્યવસાયિક વેરો, જન્મ-મરણના પ્રમાણપત્ર સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે વધુ માહિતી આપી હતી. (બાઈટઃ ભીખુસિંહ પરમાર, અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી)
Site Admin | ડિસેમ્બર 25, 2024 3:25 પી એમ(PM) | સિટી સિવિક સેન્ટર