અરવલ્લી જિલ્લામાં સાઠંબા પંથકમાં હત્યા કેસમાં બે લોકોને આજીવન કેદની સજા કરાઈ છે. આરોપીઓને અદાલતે 25-25 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. વર્ષ 2021માં એક મહિલા અને બાળકની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા પોલિસે ગુનો દાખલ કર્યો હતો. પોલિસે એટ્રોસિટી એક્ટ તેમજ હત્યાનો ગુનો દાખલ કરી, તપાસ હાથ ધરી હતી, જે મામલે અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં સુનાવણીમાં પુરાવાઓ રજૂ કરતા, આરોપીઓને તક્સીરવાર ઠેરવી, સજાનો હુકમ કર્યો છે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 4:02 પી એમ(PM)
અરવલ્લી જિલ્લામાં સાઠંબા પંથકમાં હત્યા કેસમાં બે લોકોને આજીવન કેદની સજા કરાઈ છે
