અરવલ્લી જિલ્લામાં થર્ટી ફસ્ટ ડિસેમ્બરે રાત્રે યોજાનાર પાર્ટીને ધ્યાનમાં રાખીને પોલિસ અધિકારીઓની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ ગઇ. આ બેઠકમાં હોટલ, પાર્ટી પ્લોટ તથા ફાર્મ હાઉસના માલિકો સાથે મીટીંગ કરી તકેદારી રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં બ્રીથ એનેલાઈઝર મશીન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જિલ્લામાં વાડીઓ, ફાર્મ હાઉસ પર થતી પાર્ટીઓ પર પોલીસ નજર રાખી રહી છે અને પોલીસે એક્સન પ્લાન પણ બનાવ્યો છે.31 મી ડિસેમ્બરની ઉજવણીને લઈ મહીસાગર જિલ્લા પોલીસ એલર્ટ થઇ છે અને ગુજરાત-
રાજસ્થાનની કાલીયા કુવા બોર્ડર પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
Site Admin | ડિસેમ્બર 29, 2024 7:17 પી એમ(PM)