અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી શ્રી કે એન. શાહ હાઇસ્કુલ ખાતે ગૌરવ પુરસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.. બોર્ડની પરીક્ષામાં તેમજ શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરનાર વિદ્યાર્થીઓ, રમતવીરોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવા માટેનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.. આ કાર્યક્રમમાં મોડાસાના નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા…
Site Admin | ઓક્ટોબર 26, 2024 3:54 પી એમ(PM)