ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 22, 2025 7:34 પી એમ(PM)

printer

અરવલ્લીના માલપુર નજીક વાત્રક નદીમાં ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થયા છે.

અરવલ્લીના માલપુર નજીક વાત્રક નદીમાં ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થયા છે.
અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે, માલપુર કસબા વિસ્તારના આ ત્રણેય યુવકો મિત્રો સાથે વાત્રક નદીના જુના પુલ પાસે નહાવા ગયા હતા. જ્યાં તેઓ નદીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને ત્રણેય યુવકોને નદીમાંથી બહાર કાઢ્યા. જોકે ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ