અરબી સમુદ્રમાં હળવું દબાણ સક્રિય બનતાં ગુજરાતમાં બે સિસ્ટમ એક સાથે સક્રિય હોવાથી રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ પડ્યો હતો. આજે બપોરે ચાર વાગ્યા સુધીમાં રાજ્યનાં 29તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અઢી ઇંચ વરસાદ સુરતના કામરેજ તાલુકામાંપડ્યો છે. દ્વારકા તાલુકામાં આશરે દોઢ ઇંચ અને ભાવનગરના ઘોઘા અને સુરતના ઓલપાડતાલુકમાં એક એક ઇંચ વરસાદ પડ્યો છે.ગાંધીનગરસ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદી પ્રમાણે આજે સવારે આઠ કલાકે પૂરાથયેલાં 24 કલાકમાં 25 જિલ્લાના69 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. રાજ્યમાંઅત્યાર સુધી મોસમનો સરેરાશ 143 ટકા વરસાદનોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષનો આ સૌથી વધુ વરસાદ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને આજેતથા આવતી કાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમવરસાદની આગાહી કરી છે.
Site Admin | ઓક્ટોબર 21, 2024 7:15 પી એમ(PM)