અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે ત્રણ દિવસ માટેના પ્રતિષ્ઠા દ્વાદશી મહોત્સવનો આજથી આરંભ થયો છે. ત્રણ દિવસના આ મહોત્સવમાં વેદનો અભ્યાસ કરનાર 21 આચાર્યો દ્વારા 6 લાખ શ્રીરામ બીજ મંત્રનો જાપ કરાશે. તેમજ દરરોજ સાંજે ભજનોનો કાર્યક્રમ પણ યોજાશે. આ ઉપરાંત રામકથા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે રામમંદિરને પચાસ ક્વીન્ટલથી વધુ ફુલોથી શણગારવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે આ ક્ષેત્રને આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મનો વારસો ગણાવ્યો છે અને વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવામાં આ મંદિર પ્રેરણા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 8:07 પી એમ(PM)