ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠે આજથી ત્રણ દિવસનો ખાસ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આજે રામ લલ્લાની પ્રતિમાને શણગાર કરવામાં આવ્યો છે.
ગયા વર્ષે 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે જયંતિ ૧૧ જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે અને રામલલાનો અભિષેક કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનાં પ્રથમ વર્ષની સમાપ્તિ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મિડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સદીઓનાં બલિદાન અને સંઘર્ષ બાદ આ મંદિરનું નિર્માણ થયું છે.
તેમણે રામ મંદિરને આપણી સંસ્કૃતિ અને આદ્યાત્મનાં મહાન વારસો ગણાવ્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ દિવ્ય, ભવ્ય અને સુંદર રામ મંદિર વિક્સિત ભારતનાં નિર્ધારને પૂર્ણ કરવામાં મહાન પ્રેરણા બનશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 2:10 પી એમ(PM)