અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને અમેરિકાના મોટાભાગના દરિયાકિનારા પર ઓફશોર તેલ અને ગેસ ડ્રિલિંગ પર પ્રતિબંધ લાદી દીધો છે. શ્રી બાઇડેન દ્વારા લદાયેલા પ્રતિબંધમાં સમગ્ર એટલાન્ટિક દરિયા કિનારો, મેક્સિકોનો પૂર્વીય અખાત, કેલિફોર્નિયાના પેસિફિક કિનારો, ઓરેગોન અને વોશિંગ્ટન અને અલાસ્કાના બેરિંગ સમુદ્રનો એક ભાગઆવરી લેવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદગ્રહણ અગાઉ બાઇડેન વહીવટીતંત્રદ્વારા આ મહત્વનો નિર્ણય છે. ચૂંટણી ઝુંબેશ દરમિયાન, ટ્રમ્પે ગેસના ખર્ચમાં ઘટાડો કરવા માટે ઇંધણના ઉત્પાદનને મુક્તકરવાનું વચન આપ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:32 પી એમ(PM)