અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોન પર વાત કરી હતી. પદ સંભાળ્યા બાદ કોઈ
વિદેશી નેતા સાથેની તેમની આ પ્રથમ વાતચીત હતી. પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં જટિલ પરિસ્થિતિ વચ્ચે આ વાત થઈ હતી.
વાતચીત દરમિયાન, ક્રાઉન પ્રિન્સે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને તેમના શપથ ગ્રહણ બદલ અભિનંદન આપ્યા અને પ્રિન્સ સલમાન તરફથી અભિનંદન પાઠવ્યા, અમેરિકન લોકોની વધુ પ્રગતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી. બંને નેતાઓએ શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા તેમજ આતંકવાદ સામે લડવાના પ્રયાસો પર ચર્ચા કરી.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં સાઉદી અરેબિયાને પ્રથમ પસંદગી બાબતે જણાવ્યું કે, સાઉદી અધિકારીઓએ અમેરિકામાં નોંધપાત્ર રોકાણનું વચન આપ્યું છે.બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
Site Admin | જાન્યુઆરી 23, 2025 2:01 પી એમ(PM) | ડોનાલ્ડ ટ્રમ્પે
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોન પર વાત કરી હતી
