અમેરિકા સ્થિત અર્થશાસ્ત્રીઓ ડેરોન એસમોગલુ, સિમોન જ્હોન્સન અને જેમ્સ રોબિન્સનને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો છે.સંસ્થાઓ કઈ રીતે સમૃધ્ધિને આકાર આપે છે તે વિષય પર પાયાનું સંશોધન કરવા બદલતેમની પસંદગી કરવામાં આવી છે. રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સિસે આર્થિક વૃધ્ધિને વેગ આપવામાં, અસમાનતા દૂર કરવામાં અને કાયદાનું શાસન સુધારવામાં સામાજિકસંસ્થાઓની ભૂમિકાને ઉજાગર કરવા બદલ તેમની પ્રશંસા કરી છે. એસમોગલુ અને સિમોનજ્હોન્સન મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેકનોલોજીમાં કાર્યરત છે, જ્યારે રોબિન્સન શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપન કરે છે.અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતાઓને 11 લાખ અમેરિકન ડોલર આપવામાં આવે છે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 7:47 પી એમ(PM)
અમેરિકા સ્થિત અર્થશાસ્ત્રીઓ ડેરોન એસમોગલુ, સિમોન જ્હોન્સન અને જેમ્સ રોબિન્સનને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો છે
