અમેરિકાએ પુષ્ટિ કરી છે કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી નવા ટેરિફ લાદશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખની જાહેરાત પછી તરત જ અમેરિકન વસ્તુઓ પર ટેરિફ લાદનારા દેશો પર પ્રતિક્રિયાત્મક ટેરિફ લાગુ થશે. જ્યારે ઓટો આયાત પર 25 ટકા ટેરિફ આવતીકાલથી લાગુ થશે.
અગાઉ શ્રી ટ્રમ્પે 2 એપ્રિલને સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો હતો, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ટેરિફ અમેરિકાને વિદેશી વસ્તુઓ પરની નિર્ભરતામાંથી મુક્ત કરશે. તેમણે કહ્યું, બધા દેશને નિશાન બનાવવામાં આવશે. વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ કહ્યું કે, નવા ટેરિફથી કર આવકમાં વાર્ષિક 600 બિલિયન ડોલરનો ઉમેરો થશે, જે બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો કર વધારો છે.
Site Admin | એપ્રિલ 2, 2025 2:27 પી એમ(PM)
અમેરિકા આજથી આયાતી ચીજવસ્તુઓ પર પારસ્પરિક ટેરિફ લાદશે
