અમેરિકા અને ફ્રાન્સ સહિત સો જેટલા દેશોમાં ભારતમાં ઉત્પાદિત સંરક્ષણ ક્ષેત્રના ઉપકરણો અને શસ્ત્રોની નિકાસ સાથે દેશ સંરક્ષણ ક્ષેત્રે નિકાસનું કેન્દ્ર બની રહ્યો છે.
સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ મૂડીરોકાણ અને ઉત્પાદન વિભાગના ઉપનિદેશક અખિલેશકુમાર મિશ્રાએ અગરતલામાં ભારત વેપાર મહામંડળ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રના 16 જેટલા એકમો સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનમાં જોડાયેલા છે, અને નાણાકીય વર્ષ 2023-24 માં સ્થાનિક કક્ષાનું આ ક્ષેત્રનું ઉત્પાદન સવા લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું. આ વર્ષે ઉત્પાદનનો આંક વધારીને પોણા બે લાખ કરોડ રૂપિયા સુધી લઇ જવાની નેમ રાખવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:55 પી એમ(PM)