અમેરિકામાં 2011માં કેન્ટાલૂપમાં જોવા મળેલો લિસ્ટરિઓસિસ રોગ ફરી
ફાટી નીકળ્યો છે. લિસ્ટેરિયાના 50 થી વધુ દર્દી નોંધાયા છે જ્યારે નવ મૃત્યુ થયા છે.
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સીડીસી દ્વારા બહાર પાડવામાં આવેલા
તાજેતરના ડેટા અનુસાર, આ રોગ 18 રાજ્યોમાં ફેલાયો છે, જેમાં કુલ 57 લોકોને
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લિસ્ટેરિયાના લક્ષણોમાં તાવ, શરદી અને માથાના દુખાવોનો સમાવેશ
થાય છે અને કેટલાક વ્યક્તિઓમાં અસર થતા દસ અઠવાડિયા જેટલો સમય લાગી
શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, સગર્ભા સ્ત્રીઓ અને 65 વર્ષથી
વધુ ઉંમરના લોકો માટે લિસ્ટેરિયા ખૂબ જ ગંભીર હોઈ શકે છે.