અમેરિકામાં હેલેન ચક્રવાતને પગલે મૃત્યુઆંક વધીને 43 થયો છે. અમેરિકાના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિની પગલે મોટાપાયે બચાવ અભિયાન ચલાવવામાં આવ્યા છે. હેલેન હવે એક ઉષ્ણકટિબંધિય વાવાઝોડું છે, જે ગુરુવારે શ્રેણી 4માં ફેરવાતા રાતે ફ્લોરિડાનજીકથી પસાર થયું હતું. ફ્લૉરિડાના બિગ બેન્ડ નજીકથી પસાર થયા બાદ તે જ્યોર્જિયા, ટેનેસી અને કેરોલિનામાં ઉત્તર તરફ આગળવધતું સૌથી શક્તિશાળી તોફાન છે. એટલાન્ટા સહિત દેશના દક્ષિણ પૂર્વ ભાગમાં આપાત સ્થિતિજાહેર કરાઈ છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોને ઉગારવા અધિકારીઓએ બોટ, હેલિકોપ્ટર, અને મોટાવાહનો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 2:29 પી એમ(PM)
અમેરિકામાં હેલેન ચક્રવાતને પગલે મૃત્યુઆંક વધીને 43 થયો છે
