અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. ગઈકાલે રાત્રે મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કમિટીના પ્રતિનિધિઓએ બહુમતી સાથે તેમનુ નામાંકન કર્યુ હતું. ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ત્રીજી વાર રેસમાં છે.
અગાઉ ટ્રમ્પ વર્ષ 2016 માં જીત્યા હતા અને ત્યારબાદ 2020 માં રાષ્ટ્રપતિ જો બિડેન સામે હાર્યા હતા. અમેરિકા પ્રમુખપદની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં યોજાશે. શ્રી ટ્રમ્પે ઓહિયોના સેનેટર જેડી વેન્સને તેમના ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
Site Admin | જુલાઇ 16, 2024 4:21 પી એમ(PM) | ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીએ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા
