અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટણીને બે દિવસ બાકી છે ત્યારે રિપલ્બિકન પક્ષના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવાર કમલા હેરિસે ઉત્તર કેરોલિના અને વર્જિનિયામાં અનેક રેલી યોજી હતી. ઉત્તર કેરોલિનામાં ડેમોક્રેટિક પક્ષ તરફથી જોરદાર પ્રચાર થઈ રહ્યો હોવાથી ત્યાં જીતવું રિપબ્લિકન પક્ષ માટે જરૂરી છે. આ ચૂંટણી માટે અત્યાર સુધીમાં સાત કરોડથી વધુ મતદાન થઈ ગયું છે. જોકે, વર્ષ 2020ની સરખામણીએ આ મતદાન ઓછું છે.
વર્ષ 2020માં દસ કરોડ 15 લાખ લોકોએ મતદાન કર્યું હતું, પરંતુ વર્ષ 2016 અને 2012માં થયેલા મતદાનથી આ વધુ છે. આ ચૂંટણીમાં અમેરિકાના સાત રાજ્ય નેવાદા, એરિઝોના, ઉત્તર કેરોલિના, જ્યોર્જિયા, વિસ્કૉન્સિન, મિશિગન અને પેન્સિલ્વેનિયા નિર્ણાયક ભૂમિકા ભજવશે. ઉમેદવારને 538 ઇલેક્ટોરલ મતમાંથી ઓછામાં ઓછા 70 મત મેળવવા પડશે. બંને પક્ષના ઉમેદવારોને જીતવા માટે ઓછામાં ઓછા ત્રણ રાજ્યમાં વધારે મત મેળવવા આવશ્યક છે
Site Admin | નવેમ્બર 3, 2024 9:40 એ એમ (AM)
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદ માટેની ચૂંટણી માટે અંતિમ તબક્કાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે
