ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 1:59 પી એમ(PM)

printer

અમેરિકામાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે આજે વોશિંગ્ટનમાં બેઠક મળશે

અમેરિકામાં, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇસરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ આજે વોશિંગ્ટનમાં મળશે. આ વાટાઘાટો ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામને લંબાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, બંને પક્ષે બંધકોને મુક્ત કરવાની પ્રક્રિયા વચ્ચે બંને નેતાઓ ઇઝરાયલ-સાઉદી અરેબિયાના સંભવિત સંબંધો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પણ ચર્ચા કરશે.

નેતન્યાહૂ પર તેમના ગઠબંધન તરફથી યુદ્ધવિરામ સમાપ્ત કરવા અને ગાઝામાં લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે દબાણ છે, જ્યારે ઘણા ઇઝરાયલીઓ ઇચ્છે છે કે બંધકોને મુક્ત કરવામાં આવે અને 15 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો હવે અંત આવે.

નવેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે તેમના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને હમાસના લશ્કરી વડા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યા પછી, નેતન્યાહૂનો ઇઝરાયલની બહારનો આ પહેલો પ્રવાસ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ