અમેરિકામાં ચીનના માલની આયાત પર 104 ટકા ડ્યુટી આજથી અમલમાં આવશે.અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ચીની માલ પરની આ ડ્યુટી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના બીજા કાર્યકાળ પહેલા લાદવામાં આવેલી ડ્યુટી ઉપરાંતની હશે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચીન પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો, પરંતુ ચીન દ્વારા અમેરિકાના માલ પર 34 ટકા જવાબી ટેરિફ લાદવાના નિર્ણય બાદ, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચીન પરના ટેરિફમાં વધુ 50 ટકાનો વધારો કર્યો. આમ, ચીની માલ પર 84 ટકા વધારાની ડ્યુટી લાગશે.
Site Admin | એપ્રિલ 9, 2025 9:28 એ એમ (AM)
અમેરિકામાં ચીનના માલની આયાત પર 104 ટકા ડ્યુટીનો આજથી અમલ
