વિશ્વ તિરંદાજી સ્પર્ધામાં ભારતે રજત ચંદ્રક જીત્યો હતો. ગઈકાલે રાત્રે યુ. એસ. એ. ના ઔબુર્ન્ડેલ ખાતે ફાઇનલમાં ધીરજ બોમ્મદેવરા, તરુણદીપ રાય અને અતનુ દાસની ત્રિપુટી ચીન સામે 1-5 થી હારી ગઇ હતી. ત્યારબાદ તીરંદાજી વિશ્વ કપ સ્ટેજ એકમાં પુરુષોની રિકર્વ ટીમ ઇવેન્ટમાં ભારતે રજત ચંદ્રક જીત્યો હતો. સિઝન-ઓપનિંગ ઇવેન્ટમાં ભારતનો આ ત્રીજો મેડલ હતો, અગાઉ ભારતે કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ અને કમ્પાઉન્ડ મેન્સ ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
Site Admin | એપ્રિલ 14, 2025 9:27 એ એમ (AM)
અમેરિકામાં ચાલી રહેલી વિશ્વ તિરદાજી સ્પર્ધામાં ભારતે રજત ચંદ્રક જીત્યો
