અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકોને પરત મોકલવાના મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકર આજે બપોરે બે વાગે રાજ્યસભામાં નિવેદન આપશે. 12 વાગે ગૃહ પુનઃ મળ્યું ત્યારે સભાપતિ જગદીપ ધનખડે જણાવ્યં હતું કે, વિદેશ મંત્રી આ મુદ્દે નિવેદન આપશે.
સંસદના બંને ગૃહની કાર્યવાહી આ મુદ્દે બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કૉંગ્રેસ સહિતનાં વિરોધ પક્ષોએ સૂત્રોચ્ચાર કરી આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી.
કોંગ્રેસે આ મુદ્દા પર પહેલાથી જ સ્થગિત પ્રસ્તાવ લાવી દીધો હતો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, આ મામલો એક બહારના દેશનો છે. તેમણે વિરોધ દર્શાવતા સભ્યોને ગૃહની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવાની વિનંતી પણ કરી હતી, પરંતુ હોબાળો ચાલુ રહેતા નીચલા ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી મોકૂફ રાખી હતી.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 2:03 પી એમ(PM) | અમેરિકા
અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકોને પરત મોકલવાના મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકર આજે બપોરે બે વાગે રાજ્યસભામાં નિવેદન આપશે
