અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતી સહિતના ૧૦૪ ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સનું C-17 વિમાન આજે બપોરે પંજાબના અમૃતસર પહોંચ્યુ હતું.સૂત્રોના જણાવ્યા અનુસાર દેશ નિકાલ કરાયેલા આ નાગરિકોમાં 3૦ લોકો પંજાબના છે, જ્યારે બાકીના ચંદીગઢ, હરિયાણા,ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના છે.અમૃતસર વહીવટી તંત્રે એરપોર્ટ અધિકારીઓ સાથે સંકલનમાં તમામ વ્યવસ્થા કરી છે.આ તમામ લોકોની ચકાસણી અને પૃષ્ઠભૂમિની પ્રક્રિયા ચાલી રહી છે.અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નવા શાસન પછી દેશનિકાલની આ પ્રથમ ઘટના છે.પરત ફરેલા ગુજરાતીઓને આવતીકાલે અમૃતસર હવાઈમથકથી અમદાવાદ લાવવામાં આવે તેવી શક્યતા છે.આ અંગે અમદાવાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે.આ ગુજરાતીઓમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વડોદરા, પાટણ જિલ્લાના નાગરિકો હોવાના અહેવાલ છે.
Site Admin | ફેબ્રુવારી 5, 2025 7:28 પી એમ(PM) | 104 ભારતીયો
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોનું અમૃતસરમાં આગમન
